ઝટકો: આજથી વધ્યા રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ, જાણો શું છે નવો રેટ
જુલાઈ મહિનામાં અનેક ફેરફાર થઈ રહ્યાં છે. પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટો ઝટકો રસોઈના ખર્ચા પર પડવાનો છે. મહિનાના પહેલા દિવસે જ સામાન્ય માણસના ખિસ્સા પર બોજો વધી ગયો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ સબસિડી વગરના LPG રાંધણ ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) ના ભાવ વધારી દીધા છે. 14.2 કિગ્રાવાળા સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં દિલ્હીમાં એક રૂપિયાનો વધારો થયો છે. જેથી કરીને હવે નવા ભાવ 594 રૂપિયા થયા છે.
નવી દિલ્હી: જુલાઈ મહિનામાં અનેક ફેરફાર થઈ રહ્યાં છે. પરંતુ આ બધા વચ્ચે સૌથી મોટો ઝટકો રસોઈના ખર્ચા પર પડવાનો છે. મહિનાના પહેલા દિવસે જ સામાન્ય માણસના ખિસ્સા પર બોજો વધી ગયો છે. દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (HPCL, BPCL, IOC) એ સબસિડી વગરના LPG રાંધણ ગેસ સિલિન્ડર (LPG Gas Cylinder) ના ભાવ વધારી દીધા છે. 14.2 કિગ્રાવાળા સબસિડી વગરના LPG સિલિન્ડરના ભાવમાં દિલ્હીમાં એક રૂપિયાનો વધારો થયો છે. જેથી કરીને હવે નવા ભાવ 594 રૂપિયા થયા છે.
અન્ય રાજ્યોમાં પણ ફેરફાર
છેલ્લા 22 દિવસથી ઓઈલ માર્કેટિંગ કંપનીઓ ફક્ત પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરી રહ્યાં હતાં. પરંતુ હવે મોંઘવારી કિચન સુધી પહોંચી છે. અમારી સહોયોગી વેબસાઈટ zeebiz.com ના અહેવાલ મુજબ અન્ય શહેરોમાં પણ રાંધણ ગેસ સિલિન્ડરના ભાવ આજથી વધ્યા છે. કોલકાતામાં 4 રૂપિયા, મુંબઈમાં 3.50 રૂપિયા અને ચેન્નાઈમાં 4 રૂપિયા ભાવ વધ્યો છે. જો કે 19 કિગ્રાવાળા સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.
જૂનમાં પણ વધ્યા હતાં ભાવ
દિલ્હીમાં જૂન મહિનામાં 14.2 કિગ્રાવાળા સબસિડીવગરના એલપીજી સિલિન્ડરના ભાવ દિલ્હીમાં 11.50 રૂપિયા પ્રતિ સિલિન્ડર વધ્યા હતાં. જ્યારે મે મહિનામાં 162.50 રૂપિયા સુધી સસ્તો થયો હતો.
શું છે નવા રેટ
IOCની વેબસાઈટ મુજબ વધેલા ભાવ પ્રમાણે દિલ્હીમાં હવે સિલિન્ડરની કિંમત એક રૂપિયાના વધારા સાથે 14.2 કિગ્રાવાળા સબસિડીવગરના રાંધણ ગેસ સિલિન્ડરનો ભાવ 593 રૂપિયાથી વધીને 594 રૂપિયા થયો છે.
જુઓ LIVE TV
લદાખ સરહદે તંગદીલી પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube